દુનિયા ભરમાં કોઈ પણ ધર્મનાં કોઈ પણ માનવનું મૃત્યું થાય તો મૃતદેહનો મલાજો તે મરણ જનાર વ્યક્તિનાં ધર્મ મુજબ આદી કાળ થી પુરેપુરો જાળવવામાં આવતો હોય છે. મરણ ચાહે સ્વજનનું હોય કે શત્રુનું પરંતુ પૃથ્વી પર થી વિદાય પામેલ માનવની અંતિમ ક્રિયા પોતાના ધાર્મિક રીતરીવાજો મુજબ થતી હોય છે. જે મુજબ હિન્દુ ધર્મમાં વ્યક્તિનાં મરણ બાદ મૃતદેહનો તેમના સ્વજનો દ્વારા અગ્નિ સંસ્કાર થાય છે તથા મૃતદેહનાં પવિત્ર અસ્થિ નું પવિત્ર નદી કે સરોવરમાં વિસર્જન કરવામાં આવે છે, તથાં અગ્નિ સંસ્કાર બાદ મૃતદેહ નીં પવિત્ર રાખ પુરા સન્માન પૂર્વક જે તે ગામ-નગર ની પંચાયત,પાલિકા કે અન્ય કોઈ ધાર્મિક સંસ્થા દ્વારા મલાજા પૂર્વક સાગરમાં પધરાવવા નીં માનવતા દાખવી ફરજ બજાવવામાં આવે છે.
વાત કરીએ આપણા સિહોર નગરનાં હિન્દુ મોક્ષ ધામની જે સિહોર નગરની પવિત્ર ગૌતમી નદી કાંઠે આવેલ છે,જયાં હિન્દુ મૃતદેહ નીં તમામ અંતિમ વિધિ પૂરી પવિત્રતા,ધાર્મિકતા , સંસ્કારીતા સાથે તમામ પ્રકારના રીતિ રિવાજો પ્રમાણે થાય છે, મૃતદેહ ચાહે બીનવારસી હોય તો પણ તેમના અગ્નિ સંસ્કાર વિધિસર તથા સન્માન પૂર્વક કરવામાં આવે છે. જેમનાં કોઈ વારસદાર ન હોય તેવા મૃતદેહ નાં પવિત્ર અસ્થિ નું વિસર્જન પણ શહેરની ધાર્મિક સંસ્થા દ્વારા મલાજા પૂર્વક સાગરમાં પધરાવવામાં આવે છે, ત્યાર બાદ અગ્નિસંસ્કાર પામેલ મૃતદેહની તમામ પવિત્ર રાખ પુરા સન્માન પૂર્વક પધરાવવાનું સિહોર નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હતુ. આ સત્કાર્ય ની શરૂઆત સાડા ત્રણ દાયકા પહેલા તે સમયના સિહોર નગર પંચાયત ના પ્રમુખ ઘનશ્યામભાઈ રાણા દ્વારા આજથી ૩૪ વર્ષ પહેલાં શરૂ કરાવવા માં આવી હતી જે હાલ સુધીના નગર પંચાયત થી લઈને નગરપાલિકાના જે તે સત્તાવાહકોએ પણ પાલિકાના વાહન દ્વારા નિષ્કલંક મહાદેવ (કોળિયાક)ખાતે સાગરમાં પધરાવવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ વર્તમાન નગરપાલિકાના શાસકો છેલ્લા ઘણા સમયથી પોતાની આ ફરજ હાલ વિસરી ગયેલા હોવાથી હિન્દુ મૃતદેહની અંતિમ વિધિ બાદનીં પવિત્ર રાખ સ્મશાનનીં દિવાલે જેવી તેવી જગ્યાએ ઢગલા થયેલ હાલતમાં તથાં ગૌતમેશ્વર મહાદેવ મંદિરનાં માર્ગ પર પગે કચરાતી, રસ્તા પર ફેલાતી અપમાન જનક હાલતમાં જોવા મળી રહી છે.જે તે ચૂંટણીમાં હિન્દુત્વનાં નામે મતો લઇને નગરપાલિકામાં શાસન કરી રહેલા સત્તાધીશો દ્વારા પ્રાઇવેટ કામમાં પાલિકાના ટ્રેક્ટર વારંવાર મોકલે તો ભલે જાય, પરંતુ અત્યાર સુધીના શાસકો દ્વારા બજાવેલ આ પવિત્ર ધાર્મિક ફરજ હાલના સત્તાધીશો ચુકી ગયા હોવાથી શહેરમાં તંત્રના સ્વવિકાસમાં જ રસ ધરાવતા શાસકો ટીકા ને પાત્ર બની રહ્યા છે.
સિહોરના એકમાત્ર સ્મશાનમાં ભલે સિહોર નગરપાલિકા અન્ય સુવિધાઓ ન આપે પરંતુ આ બાબત શહેરીજનોની આસ્થાનો વિષય હોવાથી તંત્ર આ બાબતની ગંભીરતા સમજી વહેલીતકે યોગ્ય વાહન મારફતે જે તે જવાબદાર વિભાગને આદેશ આપી છેલ્લા ૩૪ વર્ષથી ચાલી આવતી આ સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારે તેવી સિહોરના નગરજનોની લાગણી સાથે માગણી છે.
No comments:
Post a Comment